Sunday, November 24, 2024
HomeGujaratરમતોથી માણસમાં ખેલદીલીની ભાવના ઉદ્દભવે છે: મંત્રી બ્રિજેશભાઇ મેરજા

રમતોથી માણસમાં ખેલદીલીની ભાવના ઉદ્દભવે છે: મંત્રી બ્રિજેશભાઇ મેરજા

કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે પણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ક્રિકેટ રમી હળવાશ અનુભવી

- Advertisement -
- Advertisement -

મોરબી પરશુરામ પોટરી ખાતે એકતા ગૃપ દ્વારા આયોજીત શ્રી વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે રાજયમંત્રી બ્રજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે માણસના જીવનમાં રમતનું અનેરૂ મહત્વ રહેલ છે. રમતના માધ્યમથી માણસના જીવનમાં ખેલદીલીની ભાવના ઉદ્દભવે થાય છે અને એકબીજા પ્રત્યેની અણગમાની વૃતિ મટે છે. સમયાંતરે વિવિધ રમતોનું આયોજન કરવું દરેક સમાજ માટે આવકારદાયક હોવાનું પણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી વ્યસ્ત કાર્યક્રમમાં હોવા છતાં મોરબી પરશુરામ પોટરી ખાતે એકતા ગૃપ દ્વારા આયોજીત શ્રી વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી પોતે પણ ક્રિકેટની રમત રમી હળવાશ અનુભવી હતી. આ ટુર્નામેન્ટમાં એકતા ઇલેવન- મોરબી, બજરંગ ઇલેવન- મોરબી, લિટલ ક્રિષ્ના ઇલેવન- મોરબી, ક્રિષ્ના ઇલેવન- મોરબી, વરિયા ઇલેવન- થાનગઢ, દક્ષ ઇલેજન- થાનગઢ, મકનસર ઇલેવન- મકનસર, ગજાનન ઇલેવન- મકનસર, એકલવ્ય ઇલેવન- લીલાપર, ન્યુ પ્રજાપત  ઇલેવન ન્યુ પ્રજાપત, વરિયા એ ઇલેવન- રાજકોટ અને નારણીયા ઇલેવન- શનાળાની ટીમો ભાગ લઇ ક્રિકેટ રમત રમશે.

આ પ્રસંગે મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કરી આ ટુર્નામેન્ટના આયોજન બદલ આયોજકોને બિરદાવ્યા હતાં. આ પ્રસંગે સો ઓરડી વિસ્તારના નગરપાલિકાના સદસ્યઓ, પ્રજાપતિ સમાજના અગ્રણીઓ, રમતવીરો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!