Sunday, November 24, 2024
HomeNewsMorbiમોરબી જિલ્લા પોલીસ દ્વારા ઇ- ચલણ નહિ ભરે તેવા વાહનચાલકો સામે કાયદેસરની...

મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઇ- ચલણ નહિ ભરે તેવા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાસે

મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકોને ઇ- ચલણ મોકલવામાં આવે છે. આ ઇ- ચલણના દંડની રકમ નહિ ભરે તે વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના જિલ્લા પોલીસ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા જોગ જણાવાયું છે કે વાહનચાલકો જો ઇ-ચલણનો દંડ ભરપાઈ નહિ કરે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઇ- ચલણ ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે ભરી શકાય છે. ઓફલાઈન ચલણ ટ્રાફિક શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, સો ઓરડી સામે, મોરબી-2(બી વિંગ ઓફિસ નં. 11)માં ભરવાનું રહેશે.

ઓનલાઇન ઇ-ચલણ વેબસાઈટ :www.echallanpayment.gujarat.gov.in મારફત ભરી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!