મોરબી જિલ્લાના વાંકાનેર યાર્ડમાં આગામી સતાના સુકાનને લઈને આજે ચૂંટણી યોજાઈ રહી છે. સહકારી સ્વાયત સંસ્થાનું સુકાન કબ્જે કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થઈ છે. દાયકાઓથી કોંગ્રેસના કબ્જામાં
રહેલ યાર્ડની સતા કબ્જે કરવા ભાજપાએ આ વખતે એડીચોટીનું જોર લગાવ્યું છે.
મોરબી જિલ્લાની મહત્વની વાંકાનેર વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય ગરમાવો આવ્યો હતો. આમતો સહકારી સંસ્થામાં ચૂંટણી કોઈ રાષ્ટ્રીય કે સ્થાનિક પક્ષના બેનર હેઠળ લડાતી નથી પરંતુ મોટાભાગે પરદા પાછળ રાજકીય પાર્ટી તરફી ઝુકાવ ધરાવતા ઉમેદવારો જ મેદાનમાં હોય છે. ત્યારે વધુ એક વખત યાર્ડનું સુકાન સાંભળવા કોંગ્રેસે કમર કશી છે સામે પક્ષે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે.
અહીં આઝાદી બાદથી કોંગ્રેસ અને ખાસ કરીને પીરજાદા ગ્રુપનું શાશન રહ્યું છે. ભાજપની સહકારી પેનલ અને કોંગ્રેસની પીરજાદા પ્રેરિત પેનલ મેદાને છે ત્યારે કુલ ૨૧ બેઠક પર આજ સવાર થી મતદાન શરૃ થયું છે.જેમાં વેપારી પેનલમાં કુલ ૪ બેઠક માંથી ૩ બેઠક પર કોંગ્રેસ બિન હરીફ થઈ છે. જેમાં ભાજપને ઉમેદવાર ન મળ્યા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જયારે ખેડૂત પેનલ બંને માટે મહત્વની કુલ ૨૧ બેઠક માટે ૨૮ ઉમેદવારો મેદાને છે. કુલ ૬૫૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યાર્ડના ચેરમેન અને સભ્યોને ચુંટશે.