કોરોનાને પગલે રાજયભરમાં નિયંત્રણો વધારવામા આવ્યા છે ત્યારે મોરબીમાં પણ જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી નિયંત્રણો જાહેર કર્યા છે જેમાં લગ્ન પ્રસંગ કે રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા અંગે સૂચના અપાઈ છે ઉપરાંત. બંધ સ્થળો આયોજન કરેલ કાર્યક્રમોમાં જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં જ કાર્યક્રમોના આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત લગ્ન પ્રસંગના આયોજન અંગે ડીઝીટલ ગુજરાત પ્લેટફોર્મ ઉપર ફરજીયાત નોંધણી કરવા અંગે પણ જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ નિયંત્રણ ની અમલવારી તા.12 મી જાન્યુઆરી થી તા. 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. જનો ભંગ કારનાર દંડને પાત્ર થશે ત જણાવાયું છે.