રાજકોટ (અંકિત પોપટ) : રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના વાયરસ નો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજકોટ શહેર વાસીઓ માટે એક સારા સમાચાર પણ આવી રહ્યા છે 25 દિવસ પહેલા રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ના સ્વસ્થ થવાનો રેશિયો જે ૫૩ ટકા પર હતો તે હાલની તારીખમાં ૮૨ ટકા પર પહોંચી ચૂક્યો છે
બીજી તરફ રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મહાનગર પાલિકાની ટીમ દ્વારા માસ્ક ન પહેરનાર તેમજ સોશિયલ distance નો ભંગ કરનાર લોકો વિરુદ્ધ વેપારીઓ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ડી ઝાલા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા આ સમયે જાહેરમાં માસ્ક ઉતારી ને સિગરેટ પીનાર વ્યક્તિ મનીષભાઈ દેવળભાઇ ચૌધરી ને ઝડપી પાડી તેમની વિરુદ્ધ તમાકુ અધિનિયમ અન્વયે તેમજ જાહેરનામાના ભંગ મુજબ કાર્યવાહી કરી તમાકુ અધિનિયમ અન્વયે રુપિયા બસો તેમજ માસ્કનો દંડ રૂપિયા એક હજાર એમ કુલ 1200 રૂપિયાનો દંડ ભક્તિનગર પોલીસ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ પહેલેથી જ સક્રિય છે. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પણ અનેક વખત રાજકોટવાસીઓને અપીલ કરવામાં આવી છે કે લોકો સોશિયલ distance નું પાલન કરે લોકો માસ્ક ફરજિયાત પણે પહેરે. તેમજ કોરોના વધુ ન ફેલાય તે માટે જાહેર જગ્યામાં થુંકવા પર પણ પાબંધી લાદવામાં આવી છે. તેમ છતાં અનેક બે જવાબદાર લોકો તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન ન કરીને અનેક લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તો બીજી તરફ આવા લોકો દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ પણ આવા લોકોને આ નિયમના ભંગ બદલ ઝડપી પાડી તેમની પાસેથી દંડ વસૂલી રહી છે
તો બીજી તરફ જે પ્રકારે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ દ્વારા જે પ્રમાણે જાહેરમાં માસ્ક ઉતારી સિગરેટ પીનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના કારણે અનેક સિગરેટના બંધાણીઓ માં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં મોટાભાગે સિગરેટ સહિતની તમાકુ વાળી પ્રોડક્ટ ના બંધાણીઓ જાહેરમાં જ તેનું સેવન કરતા હોય છે.