Thursday, April 25, 2024
HomeNewsMorbiમોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા સામાન્ય બાબતે યુવાન ઉપર ચાર...

મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા સામાન્ય બાબતે યુવાન ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો

મોરબીના લીલાપર રોડ ઉપર ઘર પાસે ગાળો બોલવાના પ્રશ્ને માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ યુવાન પર છરી તથા ધોકા વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે આ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા નજીક રહેતા અફઝલશા હુશૈનશા શાહમદાર (ઉ.વ.28) નામના યુવાને આરોપીઓ ભરત કાળુંભાઈ ગોગરા, જીગર ઉર્ફે જીગલો જીલુભાઈ ગોગરા, લાલો જીલુભાઈ ગોગરા, અલ્તાફ અકબરભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ ફરિયાદીના ઘર પાસે ગાળો બોલતા હોવાથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી યુવાન ઉપર ધોકા તથા છરી વડે હુમલો કર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારીને ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!