રાજયભરમાં એક બાજુ કોરોના ભૂરાયો બનીને તરખાટ માચાવી રહ્યો છે આથી સરકાર દ્વારા લગ્ન પ્રસંગ અને મેળાવડાઓના આયોજનો અંગે ગાઈડલાઈન અમલમાં મૂકી પાલન અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. છતાં પણ અમુક લોકો કોરોનાની ગંભીરતાને હળવાશથી લઈ ગાઈડલાઈનની એક બે અને ત્રણ કરી રહ્યા છે આવો જ એક બનાવ વાંકાનેર તાલુકાના ખીજડીયારાજ ગામે સામે આવ્યો છે જેમાં મંજૂરી વગર લગ્નનું આયોજન કરનારને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગત મુજબ રાજખીજડીયા ગામે રહેતા હુશેનભાઇ અલીભાઇ શેરસીયા (ઉ.વ.૫૨)એ પોતાની દીકરીના લગ્ન પ્રસંગમાં સરકારની ગાઇડ લાઇન મુજબ લગ્ન પ્રસંગ અંગેની ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી ફરજીયાત કરાવાની હોઈ જે ન કરી ઉપરાંત માસ્ક કે સેનેટાઇઝની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી એટલું જ નહીં લગ્ન પ્રસંગમાં લોકોની ભીડ એકત્રીત કરી સોસ્યલ ડીસ્ટ્રન્ટનના પણ ધજાગરા ઉડતા હોવાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને આયોજક હુશેનભાઇ વિરુદ્ધ આઈ.પી.સી કલમ ૧૮૮,૨૬૯, તથા ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ ૫૧(એ) મુજબ કાર્યવાહી આગળ ધપાવી હતી.