Friday, March 29, 2024
HomeGujaratમાળીયા મિયાણાના જુના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

માળીયા મિયાણાના જુના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

માળીયા મિયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામે જુગારની મહેફિલ જામી હોવાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી જ્યાં જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે ઝડપી લઈ તમાંમ વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ ગુન્હાની માળીયા મિયાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ગામની ઘોળા ધ્રોઈ નદીના કાંઠે જાહેરમા જુગાર ધામ ધમધમતું હોવાથી પોલીસે રેઇડ પાડી હતી જે રેઇડ દરમિયાન આરોપી સુરેશભાઈ ઉર્ફે ભગત વિઠ્ઠ્લભાઈ સીતાપરા (રહે-સુલતાનપુર ગામ તા-માળીયા મીં.), વેરશીભાઈ રણછોડભાઈ સનુરા (રહે-હાલ સુલતાનપુર ગામ મુળ રહે.હરીપર તા-માળીયા મીં.) તથા અકબરભાઈ હારૂંનભાઈ પારેડી (રહે-ચીખલી ગામ તા-માળીયા મીં) સહિતના જુગાર રમતા ત્રણેય રંગેહાથ ઝડપાયા હતા. આથી પોલીસે તમામના કબજામાંથી રૂપિયા-૮૦૩૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી આરંભી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!