Wednesday, December 25, 2024
HomeGujaratMorbiમોરબીના વ્યોમ ક્લિનિકલ લેબમાં સરકાર માન્ય આરટીપીસીઆર ટેસ્ટિંગનો પ્રારંભ: વિધવા, નિરાધારો માટે...

મોરબીના વ્યોમ ક્લિનિકલ લેબમાં સરકાર માન્ય આરટીપીસીઆર ટેસ્ટિંગનો પ્રારંભ: વિધવા, નિરાધારો માટે નિઃશુલ્ક વ્યવસ્થા

કોરોનાના વધતા સંક્રમણને પગલે મોરબીની પ્રભાત હોસ્પિટલ પાસે આવેલ વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં સરકાર માન્ય આરટીપીસીઆર કોરોના ટેસ્ટિંગનો પ્રારંભ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વિધવા મહિલાઓ અને નિરાધાર પુરુષો માટે તદ્દન નિઃશુલ્ક કોરોના ટેસ્ટ કરી આપવાની સુવિધા ઉભી કરવામાં આવી છે એટલું જ નહીં એકદમ નજીવા દરે હોમ સેમ્પલ કલેક્શનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં માત્ર એક જ કોલ કરતાની સાથે જ લોબોરેટરીના જવાબદાર સ્ટાફ દ્વારા દર્દીના ઘરે પહોંચી જઇ દર્દીના આરોગ્યની તપાસણી કર્યા બાદ સેમ્પલ લઈ લેબોરેટરી ખાતે ટેસ્ટ કરવામાં આવશે. જે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ તરત જ દર્દીને ટેલિફોનિક જાણ કરવામા આવશે.હોમ સેમ્પલ કલેક્શનની સુવિધા પણ અન્ય લેબોરેટરીની સરખામણીઓ એક દમ નજીવા ખર્ચમાં આપવામાં આવશે.તેમ વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીના સંચાલક રિદ્ધિબેન અતુલભાઈ જોષી એ જણાવ્યું હતું.

ઇચ્છુક દર્દીઓએ લેબોરેટરીના લેંડલાઇન નં.02822-222272 અથવા  મોબાઈલ નંબર-81408 26878 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!