મોરબી જિલ્લામાં આજે ત્રણ અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે જેમાં કંપનીમાં સર્પ ડંશ થતા યુવાનનું મોત અને છાતીમાં દુખાવો ઉપડતા રાજકોટના આધેડનું મોત થતા તરુણીએ ગળેફાંસો ખાઇ મોતની સોડ તાણી હોવાનું જાહર થયું છે.
અપમૃત્યુના કેસની જાણવા મળતી વિગત અનુસાર રાજકોટના રૈયા રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થનગરમા રહેતા પારસભાઇ ભીખાભાઇ કાલાવડીયા નામના 50 વર્ષીય આધેડ રાજકોટથી વાયા મોરબી, હળવદ જતા હતા તે દરમિયાન ટંકારાથી આગળ તેઓનો અચાનક છાતીમા દુ:ખાવો શરૂ થયો હતો જે દુખાવાની ફરિયાદને લઈને તેને મોરબીની શ્યામ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. આથી પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં મોરબીના વાવડી રોડ પર આવેલ સુમતીનાથ સોસાયટીમા રહેતી માનસીબેન નીલેશભાઇ કાનાણી નામની 15 વર્ષીય તરુણીએ અકળ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું આ અંગે તેમના માતા કાજલબેનને જાણ થતા તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતા. આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પીએમ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરાંત વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ આદિત્ય સ્ટીલ રોલીંગ મીલ કંપનીમાં કામકાજ દરમિયાન કરણભાઇ સુખદેવભાઇ ઇવને (ઉ.વ. 18 રહે.ગામ. ભલગામ)ને ઝેરી સાપે ડંશ થયો હતો આ અંગે જાણ થતાં તેને પ્રથમ રાજકોટ આશીર્વાદ ક્લીનકમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. આથી વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.