Friday, April 19, 2024
HomeGujaratવટનો કટકો: હળવદમાં રોડ વચ્ચે કાર પાર્કિંગથી ટ્રાફિક જામ: અડધો કિ.મી સુધી...

વટનો કટકો: હળવદમાં રોડ વચ્ચે કાર પાર્કિંગથી ટ્રાફિક જામ: અડધો કિ.મી સુધી વાહનોના થપ્પા લાગ્યા

હળવદ બસ સ્ટેશન રોડ પર વચ્ચે કાર પાર્કિંગ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આશરે અડધો કિલોમીટર સુધી ટ્રાફિકને પગલે વાહનોના થપ્પા લાગ્યા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદમાં આજે i20 કાર ચાલકની આડોડાઈને પાપે અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. ટ્રાફિકથી ધમધમતા રોડ પર વચ્ચે i20 કાર ચાલક પોતાની કાર પાર્ક કરી જતો રહ્યો હોવાથી હળવદ હાઈસ્કૂલ પાસે ટ્રાફિકજામ થયો હતો. હળવદ બસ સ્ટેશન રોડ પર અડધો કીલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી. જેથી 20 મિનિટથી ટ્રાફિક જામ થયો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સમસ્યા અંગે અનેક વખત રજુઆત છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!