મોરબીના ચકચારી ધરમપુર ખુન કેશમા સંડોવાયેલ આરોપી રાહુલ રમેશભાઈ ગડેશીયાને જામીન પર છોડી મુકવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.
મો૨બી તાલુકા પોલીસમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેમના પતી સાથે ઝઘડો થયા બાદ તેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી લાડકાના ધોકા તથા પથ્થરો વડે ફરીયાદીના પતીને તથા સાહેદને બેફામ ગાળો ભાંડી ધોકાથી આડેધડ શરીરે નાની મોટી ઈજાઓ કરી હતી અને પથ્થરોના ઘા કરી શરીરે મુંઢ ઈજા તથા ફેકચર કરી આખા શરીરે મુંઢ ઈજા કરી મોત નીપજાવ્યુ હતું.
આ ફરીયાદીના આધારે મોરબી તાલુકા પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરેલ હતી.આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી રાહુલ રમેશભાઈ ગડેશીયાએ મો૨બીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મા૨ફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. જેમાં આરોપી ત૨ફે એડવોકેટે ધારદાર કાયદાકીય દલીલો કરી હતી. બન્ને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડી મુકવા હુકમ કર્યો છે. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પ્રેરક ઓઝા અને મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલા હતા.