Sunday, November 24, 2024
HomeGujaratહળવદમાં દબાણખોરોના પાપે વકરતી જતી ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ પરેશાન

હળવદમાં દબાણખોરોના પાપે વકરતી જતી ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ પરેશાન

હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે ધાંગધ્રા દરવાજાથી શરૂ થતી મુખ્ય બજારમાં એકદમ સાંકડી હોવાથી તેમાં આડેધડ ચાલતા વાહનો અને પાર્કિંગ કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. અધૂરામાં પૂરું વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

- Advertisement -
- Advertisement -

હળવદ છોટા કાશી તરીકે ઓળખાતી પ્રાચીન નગરી છે તથા શહેરની બજાર પણ વર્ષોથી સાંકડી છે પરંતુ અહિયાં હાલ સિટિ તથા ગ્રામીણનો સમન્વય થતાં લોકોની રીતભાત અને ધંધો વેપારની સામાન્યતાના કારણે હળવદ ધમધમે શહેરની અનુકૂળમાં ફેરવાઈ રહ્યું છે. હળવદના પ્રવેશે દ્વારા સમા મુખ્ય બજારમાં છેલ્લા કેટલાક સમયથી થ્રી વીલર ફોર વ્હીલર જેવા વાહનોની અવર જવર તથા તંત્રની ઢીલી નીતિના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે રાહદારીઓ નગરજનો વાહન ચાલકો વેપારીઓ ને ભારે મુસીબતમાં મુકાઈ રહ્યા છે.

હળવદ તાલુકાના 65 ગામના લોકોની ખરીદી કરવા હળવદમાં આવતા હોવાથી બજારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા ભરચક માહોલમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરીને બજારમાં દોડતી રીક્ષાઓ અને ફોરવીલર ટાફીકના નિયમોની એસૈતેસી કરી બજારમાં આડેધડ પાર્કિંગ કરતા ઘણીવાર તો કલાકો સુધી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની આ નવતર સમસ્યાઓ સંખ્યાબંધ રાહદારીઓ હાડકા ભાગવાનું પણ કામ કર્યું છે. અમદાવાદ કે રાજકોટ જેવા શહેરને આંટી મારે તેવો હળવદની બજાર આ ટ્રાફિક મામલે પ્રજા સેવકો, તંત્ર, અને કહેવાતા જાગૃત લોકો કેમ કંઈ બોલતા નથી ? શહેરમાં વધતી જતી વસતી અને વધતા જતા વાહનો પૈકી ટ્રાફિક નિયમોની ઐસીતૈસી તો કરે છે પણ તંત્ર પણ ચૂપ છે ? તાત્કાલિક ધોરણે ટ્રાફિક ‌સમસયા દૂર કરવા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!