Saturday, November 7, 2026
HomeGujaratસી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં મોરબીના અર્જુન નિલેશભાઈ સરાસવાડિયાનો ડંકો:ગુજરાતમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં...

સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં મોરબીના અર્જુન નિલેશભાઈ સરાસવાડિયાનો ડંકો:ગુજરાતમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં 21મો ક્રમ મેળવ્યો

મોરબી: મોરબીના પ્રતિભાશાળી વિદ્યાર્થી અર્જુન નિલેશભાઈ સરાસવડિયાએ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા લેવામાં આવેલી સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. અર્જુને ગુજરાતમાં પ્રથમ ક્રમ તથા સમગ્ર ભારતમાં 21મો ક્રમ મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
- Advertisement -

અર્જુને પોતાની અવિરત મહેનત, દૃઢ સંકલ્પ, લગન, આત્મવિશ્વાસ અને સતત અભ્યાસના બળે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ વાત એ છે કે ધોરણ 12 કોમર્સના અભ્યાસમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન [98%] કર્યા બાદ આટલા ટૂંકા ગાળામાં સી.એ. ફાઉન્ડેશન જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષામાં આટલું શ્રેષ્ઠ પરિણામ મેળવવું તેમની પ્રતિભા અને મહેનતનું ઉત્તમ ઉદાહરણ છે.

અર્જુનના પિતા નિલેશભાઈ સરાસવડિયા પાડધરા આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. પિતાની સેવાભાવી કાર્યશૈલી અને સંસ્કારોથી પ્રેરિત થઈ અર્જુને શિક્ષણક્ષેત્રે પોતાની મહેનત અને પ્રતિભાના જોરે આ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.

અર્જુનની આ ભવ્ય સફળતાથી પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રો તથા સમગ્ર મોરબીમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાના સ્વપ્ન તરફનું આ પ્રથમ મહત્વપૂર્ણ પગથિયું છે.

અર્જુનની આ શાનદાર સફળતા બદલ પરિવારજનો, શુભેચ્છકો અને મિત્રોએ હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.મહેનત, લગન અને આત્મવિશ્વાસનો સંગમ હોય તો સફળતા ચોક્કસ મળે છે. અર્જુનની આ સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!