Monday, December 23, 2024
HomeGujaratમોરબી-જેતપર રોડ ચારમાર્ગીય અને નટરાજ ફાટક સહિત બે ઓવર બ્રિજ બનશે: સત્વરે...

મોરબી-જેતપર રોડ ચારમાર્ગીય અને નટરાજ ફાટક સહિત બે ઓવર બ્રિજ બનશે: સત્વરે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા મંત્રી મેરજાની તાકિદ

રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે મોરબી-માળિયા વિસ્તારના બિસ્માર રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તેમજ અનેક વિધ નવા વિકાસ કામો માટે રાજકોટના સરકીટ હાઉસ ખાતે તાકિદની સમિક્ષા બેઠક યોજી હતી.

- Advertisement -
- Advertisement -

આ બેઠકમાં રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, અધિક્ષક ઇજનેર નાયબ કાર્યપાલકશ્રી ઉપસ્થિત રહયા હતા. જેમાં મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડનું સત્વરે સમાર કામ શરૂ થઇ ગયાની જાણકારી મંત્રીએ મેળવી હતી. તેમજ મોરબી-પીપળી-જેતપર-અણીયારીનો બિસમાર રોડ મોટરેબલ- વાહન વ્યવહારની સાનુકુળતા માટે પેચવર્ક અને પટ્ટા કરવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે. તેમજ આ માર્ગ રૂ. ૧૧૮.૦૯ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ પણ મંત્રીએ અધિકારીઓને આપી હતી.

આ ઉપરાંત પ્રજાની આકાંક્ષા મુજબ ટેન્ડર પ્રક્રિયા હેઠળ કેટલાક કામો તાકિદે લેવામાં આવ્યા છે. જેમાં મોરબીના નટરાજ ફાટક ઉપર રૂ.૮૦ કરોડના ખર્ચે ઓવર બ્રીજ તેમજ મહેન્દ્રનગર ચોકડી પાસે ફલાયઓવરનું કામ પણ રૂ.૮૦ કરોડના ખર્ચે કરાશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યુ હતું. આ ઉપરાંત રૂ.૨૫ કરોડના ખર્ચે સ્ટાફ કવાટર્સ પણ બનાવાશે. તેમજ મોરબીને જનતાને નવી કોર્ટ પણ રૂ.૪૦ કરોડના ખર્ચે મળી રહે તે માટે વિભાગમાંથી વિવિધ મંજૂરીઓ અને વિવિધ વિભાગમાંથી ફોલોઅપ પણ મેળવવામાં આવી રહયુ છે તેમ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ હતું.

આમ મોરબી- માળિયામાં તબકકા વાર વિકાસ કામોને નકકર દિશા આપી શકાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને મંત્રીએ તાકિદ કરી હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!