મોરબીના નવા બસ સ્ટેન્ડમાં કેશિયર પાસેથી પટ્ટાવાળાએ માવો માંગ્યા બાદ માથાકૂટ કરી છરી વડે હુમલો કરતા નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર નવા બસ સ્ટેન્ડમાં કેશિયર તરીકે ફરજ બજાવતા નરવીરસિંહ ઝાલા પાસેથી પટ્ટાવાળા મુસ્તાક ચાનીયાએ ફાકી માગી હતી. આ દરમિયાન નરવીરસિંહે ફાકી ખાતા ન હોવાનું જણાવી ફાકીની ના પાડી હતી.આ બાબતે માથાકૂટ કર્યા બાદ મુસ્તાક ચાનિયાએ ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં પટ્ટાવાળા મુસ્તાકને અન્ય એક શખ્સ હુમલામાં મદદગારી કરી કેશિયરને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.