ધંધુકામાં ગૃહરાજ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક શરૂ
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં જાહેરમાં માલધારી યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ મર્ડર કેસમાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. જે હથિયારથી કિશન બોળિયાની હત્યા થઈ તેનો પણ ખુલાસો થયો. કિશન ભરવાડ દ્વારા સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં વિવાદ થતા કિશન ભરવાડ પર પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરી હતી અને બન્ને સમાજ ના આગેવાનો એ મળીને સમાધાન પણ કરી લેવામાં આવ્યું હતું અને મૃતક દ્વારા વિવાદીત પોસ્ટ દૂર કરવામાં આવી હતી.છતાં પણ મંગળવારે બે અજાણ્યા બાઈકસવાર દ્વારા કિશન પર બે રાઉન્ડ ફાયર કરી ને હત્યા નિપજાવવામાં આવી હતી.
જેમાં મળતી માહિતી મુજબ અમદાવાદના મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા.ષડયંત્રના ભાગરૂપે ઘટનાને અંજામ અપાયો હતો. આ ઘટના બાદ ધંધુકા PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે પોલીસે અલગ-અલગ સાત ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમા અંતર્ગત 2 આરોપીની ધરપકડ થઇ છે. આ આખા મામલાની તપાસ DySP રીના રાઠવાના સુપરવિઝનમાં થઇ રહી છે. બીજી તરફ હાલ અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજી, એસપી, બે ડીવાયએસપી, પાંચથી વધુ પીઆઇ, સાતેક પીએસઆઇ તથા અડધા જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ છે. તપાસ એસઓજી ને સોપાતા એસલસીબી એસઓજી પણ તપાસમાં જોતરાઈ છે.