મોરબી-પીપળી-જેતપર-અણીયારી ચાર માર્ગીય રોડને રૂા.૧૧૮ કરોડના ખર્ચે તાંત્રિક મંજુરી મેળવવામાં અને રૂા .૧૯૦.૯૪ કરોડના ખર્ચે મોરબી – હળવદ રોડની પણ તાંત્રિક મંજુરી મેળવવામાં રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને સફળતા સાંપડી છે.
મોરબી વિસ્તાર માટે ખૂબજ મહત્વના એવા મોરબી – પીપળી – જેતપર અણીયારી ચાર માર્ગીય બનાવવા માટે મોરબી – માળીયાના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાના સતત પ્રયાસો અને સઘન ફોલોઅપ સહિતની મહેનત રંગ લાવી છે.જેના ફળ સ્વરૂપે રસ્તો ચાર માર્ગીય કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજુરી મળી ગયેલ છે. જે રૂપિયા ૧૧૮ કરોડના ખર્ચે ચાર માર્ગીય રોડ બનાવવા તાત્કાલિક ટેન્ડર બહાર પાડી કામ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મોરબી – માળીયાના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ તાજેતરમાં જ આ રોડને રીપેરીંગ કરવા તાકિદે સૂચના આપેલ અને સંબંધિતોની બેઠક યોજી ઘનિષ્ઠ ફોલોઅપ કરેલ અને આ રોડનું રીપેરીંગ કામ હાલ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ ચાર માર્ગીય રોડનું કામ ચાલુ કરવામાં આવશે અને જેનો લાભ મોરબીવાસીઓને મળશે. વધુમાં મોરબી – હળવદ રોડને પણ ચાર માર્ગીય કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા .૧૯૦.૯૪ કરોડના ખર્ચે તાંત્રિક મંજુરી મળી ગયેલ છે . જેનું ટૂંક સમયમાં ચાર માર્ગીય રોડનું કામ ચાલુ કરવામાં આવશે. આ કામગીરીને લઈને મોરબીવાસીઓની સુવિધામાં વધારો થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.