Wednesday, December 4, 2024
HomeGujaratમોરબી-વાંકાનેર સહિત ૧૭ નગરો અને ૮ મહાનગરો માં ૪ ફેબ્રુઆરી સુધી કરફ્યુ...

મોરબી-વાંકાનેર સહિત ૧૭ નગરો અને ૮ મહાનગરો માં ૪ ફેબ્રુઆરી સુધી કરફ્યુ સહિત ના નિયંત્રણો લાગુ રહેશે

આવતી કાલે સવારે ૬ વાગ્યે પૂર્ણ થનાર નિયંત્રણો વધુ ૪ ફેબ્રુઆરી સુધી લંબાવાયા.રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ૪ થી ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રી એ રાત્રિ કરફયુ ૦૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે.

આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી,વાંકાનેર,ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ,ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૯ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.ર૯-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.તદ્દઅનુસાર હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૯મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૪થી ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છ જે મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!