મોરબી જિલ્લામા આજે અપમૃત્યુના પાંચ બનાવો સામે આવ્યા છે જેમાં કારખાનામાં અકસ્માતે લોડર અને દીવાલ વચ્ચે દબાઈ જતા બે પરિણીતાનું મોત સહિત વાહન અકસ્માતમાં ચાર મોત અને પતિ પત્ની વચ્ચે માથાકૂટ બાદ પત્નીએ કેરોસીન છાંટી જાત જલાવી લેતા તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
અકસ્માતની જાણવા મળતી વિગત અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સનફેમ સિરામિક કારખાના નજીક પુર પાટ વેગે આવતી ક્રેને બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યાં ક્રેન ચાલકે બેફામ સ્પીડે ક્રેન ચલાવવી સનફેમ સિરામિક નજીક રોડની સાઇડમા મોટરસાકઇલ નં. GJ-01-DM-3066 સાથે ઉભેલ અરવિંદભાઇ ઠાકુરદાસ પ્રજાપતિ (ઉ.વ. ૨૧ રહે. હાલ જીવાપર (ચકમપર)મૂળ, ઉત્તરપ્રદેશ) અને શિવકુમાર કામદાર (ઉ.વ.21 મૂળ રહે .ઔતા ગામ જી.હમીરપુર .ઉતરપ્રદેશ)ને ઠોકરે લઈ જમીન પર પછાડી દીધા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા શિવકુમાર કામદાર નામના યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અરવિંદભાઈ પ્રજાપતિને ગંભીર ઇજા થતાં તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અપમૃત્યુના વધુ એક બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના આમરણ ગામથી આશરે ત્રણ કિલોમીટર દૂર પીપળીયા ગામ તરફ જતા રસ્તા પર ટાટા સિગ્મા ટ્રક કંટેનર નંબર-GJ-12-BX-1688 ના ચાલક અવિનાસભાઇ સુરેશભાઇ પાસ્વાનએ પુર પાટ વેગે ટ્રક કંટેનર ચાલવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કન્ટેનર રોડની સાઈડમાં ખાબકયું હતું. કેન્ટેનર ખાડામાં ખાબકતા ચાલક અવિનાસભાઇને શરિરે તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું હતું. જેને લઈને પોલીસને જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.