Monday, November 25, 2024
HomeGujaratમોરબી ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભાન ભૂલ્યા: મહિલાઓની હાજરીમાં જાહેરમાં અપશબ્દ બોલતા...

મોરબી ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભાન ભૂલ્યા: મહિલાઓની હાજરીમાં જાહેરમાં અપશબ્દ બોલતા દેકારો

આજે મોરબીના ઉમા રિસોર્ટ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ હતી અને મોરબી જિલ્લા ની વિસ્તૃત કારોબારી બેઠક હતી આવનાર દિવસોમાં શુ કાર્યક્રમ કરવાના છે એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા ચકચારી ધંધુકા હત્યા વિસે વાત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આ સરકાર માં આવા બનાવો અવાર નવાર શા માટે બને છે અને ભાજપ સરકાર માં સમગ્ર ગુજરાતમાં ગુંડાગીરી વધી રહી છે અને ભાજપ ના ધારાસભ્યો જ ગુંડાઓ ની ભાસા બોલી રહ્યા છે. ધંધુકામાં ધોળા દિવસે આવા હત્યાના બનાવ બને છે તો સરકારએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ગુનેગારોને ફાંસીએ લટકાવી દેવા જોઈએ. ભાજપાની આવા ગુંડા તત્વો સાથે મિલીભગત છે. અને આ સરકાર પાસે થી બીજી કોઈ આશા રાખી શકાય એમ નથી.

મોરબી ખાતે આવેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક યોજી હતી આ દરમિયાન વિરોધી ભાષણ આપતી વેળાએ મહિલાઓની હાજરીમાં જગદીશ ઠાકોર ભાન ભૂલી પોતાના પ્રવચન દરમિયાન અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. મહિલાઓ અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રમુખની ગરિમાને લાંછન લાગે તેવું આશોભનિય ભાષાનો પ્રયોગ કરતા અંદરો-અંદર ચર્ચાએ જોર પકડ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!