ધંધુકાના યુવાનની હત્યાના પગલે રાજયભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે વાંકાનેરના નવાપરામાં રહેતા કોળી યુવાન અને મિલપ્લોટમાં રહેતા મુસ્લિમ યુવાન વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં સ્ટેસ્ટ મુકવા બાબતે બોલાચાલી થઈ હતી. પરંતુ મોરબી પોલીસની સોશિયલ મીડિયા પરની બાજ નજરને પગલે જાણ થતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ જીલ્લાના ધંધુકા ખાતે કિશન ભરવાડ નામના યુવાની હત્યાના પ્રત્યાઘાત ના પડે તે માટે વાંકાનેર પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ધંધુકા હત્યા મામલે અમુક આવારા તત્વો દ્વારા જાહેરસુલેહ શાંતી તથા શાંતી ડહોળવાનો અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાઉ અને શાંતી ભંગ પ્રયાસ કરાયો હોવાની જાણ થાત તત્કાલીક તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળેલ કે નવાપરાના કોળી યુવાન તથા મીલપ્લોટના મુસ્લીમ યુવાન વચ્ચે ઈન્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતે બન્નેને શોધી કાઢી સાચી હકીકત જાણી ને સામાવાળા વિરૂધ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.
વાંકાનેર શહેરમાં શાંતી જળવાઈ રહે તે માટે તુરત જ કાર્યવાહી કરવામાં આવી હતી હાલ ની પરીસ્થતિ ને ધ્યાનમાં રાખીને મોરબી જીલ્લા સાયબર સેલ તથા મોરબી જીલ્લા ના તમામ પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડીયા સાઈટ ઉપર અલગ-અલગ ટીમો બનાવી ને આવી પ્રવૃતિ કરતા ઈસમો ઉપર સતત બાજનજર રાખવામાં આવી રહેલ છે અને જો કોઈ આવી પ્રવુતિ કરતા માલુમ પડશે તો તેઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.