મોરબી શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરા શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ત્યારે આજે મોરબીમાં ચાલુ બાઈક પરથી પડી ગયેલ થેલોને કમાન્ડ એન્ડ કટ્રોલ સેન્ટર નેત્રમની મદદથી શોધી મૂળ માલિકને પરત કર્યો હતો.
મોરબીના બગથળા ખાતે રહેતા હસમુખભાઇ બચુભાઇ જસાપરા નામના યુવાન મોરબી ખાતે આવ્યા હતા.જે દરમ્યાન મોરબીના રાજનગર કોર્નરથી કન્યા છાત્રાલય સુધીમાં ચાલુ બાઇક પરથી તેમનો થેલો રસ્તામાં પડી ગયો હતો જે થેલોમાં અગત્યના ડોક્યુમેન્ટ અને એક સોનાની વિટી તથા એક ચેઇન અંદાજીત કિં.રૂ .૭૦,૦૦૦ જે બાબતે તેમણે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી હતી.
જે અનુસંધાને મોરબી નેત્રમ ટીમ દ્વારા “ VISWAS Project અંતર્ગત લાગેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – નેત્રમ મોરબીના સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ત્વરીત કાર્યવાહી કરી ખોવાયેલ ઘેલો શોધી મુળ માલીકને પરત અપાવ્યો હતો. આથી હસમુખભાઈએ મોરબી પોલીસનો આભાર માન્યો હતો.