મોરબી પાલિકા દ્વારા બનાવવામાં આવતા હીરાસરી માર્ગના કામમાં નીતિ નિયમોને નેવે મૂકી લોટ, પાણી અને લાકડાની માફક કામગીર ચાલતી હોવાના આક્ષેપો સાથે રાવ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી નગરપાલિકા દ્વારા હીરાસરીના માર્ગનું કામ ચાલુ છે, આ અગાઉ જયારે આ રોડનું કામ થયેલ ત્યારે પણ ખુબજ નબળું કામ થયેલ જેના કારણે ટૂંકા ગાળામાજ રોડ ભાંગીને ભુક્કો થયો હતો. હાલમાં ચાલતા કામની તપાસ દરમિયાન કામ ખુબજ નબળી ગુણવતાનું થઇ રહ્યાનું ભોપાળુ છતું થયું હતું . માલુમ પડેલ હતું સ્થળ ઉપર ના કોન્ટ્રકાટરના પ્રતિનિધિ સાથે વાત કરતા તેની પાસે કોઈ યોગ્ય માહિતી કે એગ્રીમેન્ટ ની નકલ ઉપલબ્ધ ન હતી કામ ચાલતી સાઈટ ઉપર કોઈ બોર્ડ મારવામાં આવેલ ન હતું. એટલુ જ નહીં લોકોને ચાલવા માટે રોડના ડાયવર્ઝનની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી.
વધુમાં નિર્માણધીન રોડમાં ખોદેલા રોડમાં નીચે બેઈઝમાં લુઝ મટીરીયલ્સ નાખવામાં આવતું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી હાલ માં ચાલી રહેલું કામ ખુબજ નબળી ગુણવતા તેમજ કોઈ જાતના લાઈન લેવલ વગરનું ચાલી રહ્યું હતું. સિમેન્ટ કોન્ક્રેટના વપરાશ અને પાણી છાંટવામા પણ આળસ કરવામાં આવતી હોવાથી યોગ્ય તપાસ કરાવવા માંગ ઉઠી છે વધુમાં આ કામ યોગ્ય રીતે થાય તેમજ સાઈટ પરના એન્જીનીયર સતત તેની ઉપર દેખરેખ રાખે નિયમિત હાજર રહે , સેમ્પલો લેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા રજુઆત કરાઈ છે જો આ કાર્યવાહી કરવામાં નહિ આવે તો આંદોલન અંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા એ જણાવ્યું હતું.