મોરબી જિલ્લા માં કોરોના ના કેસ માં ઘટાડો થઈ રહ્યો છે અને સ્વસ્થ થતા દર્દીઓ ના આંકડા માં પણ વધારો થઈ રહ્યો છે જેથી મોરબી જિલ્લા માં કોરોના ના એક્ટિવ પોઝિટિવ કેસ પણ ઘટી ગયા છે .
આજે મોરબી જિલ્લા માં 1440 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં થી 53 પોઝિટિવ કેસ નોંધાયા હતા.જેમાં મોરબી શહેરી વિસ્તાર માં 25 કેસ,મોરબી ગ્રામ્ય વિસ્તાર માં 19 કેસ ,વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર માં 02 કેસ,હળવદ ગ્રામ્ય વિસ્તારોમાં 01 કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તાર માં 04 કેસ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 02 કેસ નોંધાયા હતા.
વધુ માં આજે કોરોના ના કારણે બીજા દર્દીનું મોત થયું છે જેમાં મોરબી શહેરી વિસ્તાર માં રહેવાસી 79 વર્ષીય વૃદ્ધ મહિલા નું મૃત્યુ થયેલ છે મૃત્યુ પામેલ દર્દીને કોરોના ની સાથે બી.પી.ડાયાબીટીસ જેવી જૂની બીમારીઓ પણ હતી અને દર્દી એ રસી નો એકપણ ડોઝ લીધો નહોતો .
જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓ માં મોરબી માંથી 118,વાંકાનેર માંથી 18,હળવદ માંથી 12,ટંકારા માંથી 08 અને માળીયા માંથી 10 દર્દીઓ મળીને જિલ્લા માં કુલ 166 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા .જેથી હવે કુલ એક્ટિવ કેસ નો આંકડો 691 થયો છે.