Friday, April 26, 2024
HomeGujaratઆજે મળેલી કોર કમિટિ ની બેઠક માં કરફ્યુ સહિત ના નિયંત્રણ ને...

આજે મળેલી કોર કમિટિ ની બેઠક માં કરફ્યુ સહિત ના નિયંત્રણ ને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

  • રાજ્ય ના ૮ મહાનગરો અને મોરબી વાંકાનેર  સહિત ૨૭ શહેરોમાં તા.૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી યથાવત રહેશે.
  • જેમાં રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ ની સંખ્યા માં યોજી શકાશે.
  •  રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.
  •  બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે.
  •  રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે
  •  લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે .
  •  કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ તા.૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.
  •  હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.
  •  હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે
  •  આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તા. ૪ થી ફેબ્રુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.૦૪-૨-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.

આ નિર્ણયો આવતીકાલે એટલેકે તા. ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨થી અમલમાં આવશે અને તા. ૧૧ મી ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોર કમિટીની બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી  ઋષિકેષ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!