કોરોના મોરબી જિલ્લા માં આજે 79 કેસ નોંધાયા :એક દર્દી નું મોત
મોરબી જિલ્લા માં કોરોના ના કેસ માં ઘટાડો થઈ રહ્યો છે અને સ્વસ્થ થતા દર્દીઓ ના આંકડા માં પણ વધારો થઈ રહ્યો છે જેથી મોરબી જિલ્લા માં કોરોના ના એક્ટિવ પોઝિટિવ કેસ પણ ઘટી ગયા છે .
આજે મોરબી જિલ્લા માં 1390 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં થી 79 પોઝિટિવ કેસ નોંધાયા હતા.જેમાં મોરબી શહેરી વિસ્તાર માં 41 કેસ,મોરબી ગ્રામ્ય વિસ્તાર માં 20 કેસ , વાંકાનેર શહેરી વિસ્તાર, 03 વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર માં 01 કેસ,હળવદ ગ્રામ્ય વિસ્તારોમાં 06 કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તાર માં 03 કેસ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 06 કેસ નોંધાયા હતા.
વધુ માં આજે કોરોના ના કારણે ત્રીજા દર્દીનું મોત થયું છે જેમાં મોરબી જીલ્લા માં મોરબી શહેરી વિસ્તાર ના રહેવાસી 85 વર્ષ ના વૃધ્ધા નું મૃત્યુ થયેલ છે કોરોના ની સાથે તેઓને કિડની ની બીમારી હતી. તેમજ તેમણે કોરોના રસી નો એક પણ ડોઝ લીધેલ હતો નહિ.
જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓ માં મોરબી માંથી 138,વાંકાનેર માંથી 17,હળવદ માંથી 06,ટંકારા માંથી 06 અને માળીયા માંથી 10 દર્દીઓ મળીને જિલ્લા માં કુલ 138 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા .જેથી હવે કુલ એક્ટિવ કેસ નો આંકડો 631 થયો છે.