Wednesday, November 6, 2024
HomeGujaratમોરબી માં નોંધાયેલા દારૂ ના ગુન્હા માં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપી...

મોરબી માં નોંધાયેલા દારૂ ના ગુન્હા માં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપી મિથુન ઝડપાયો

મોરબી પોલીસ ને છેલ્લા છ મહીના થી દારૂ ના ગુના માં નાસતા ફરતા આરોપી મિથુન ને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માં વર્ષ 2021 ના દારૂ ના ગુના માં નાસતો ફરતો આરોપી મિથુન ઉર્ફે હેમંત મોહનલાલ કોરી રહે.હાલ હુસેનભાઈ ના મકાન માં રણછોડનગર મુ.રહે પિત્તમપુર કુટી,.મધ્યપ્રદેશ વાળો મોરબી ના મયુર બ્રિજ નજીક કેસર બાગ પાસે હોય એવી ચોક્ક્સ બાતમી મળતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક ઉપરોકત સ્થળે પહોંચી જઈને ફરાર આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો હતો.બાદ માં આરોપી ના ગુન્હાહિત ઇતિહાસ માટે ઇ ગુજકોપ એપ માં સર્ચ કરતા આ આરોપી અગાઉ પણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં દારૂ ના ગુના માં ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું હતું .

આ સફળ કામગીરી માં પીઆઈ વી.એલ પટેલ,પીએસઆઈ એલ .એન વાઢીયા,ભગીરથભાઈ લોખીલ,હેડ કોન્સ્ટેબલ દિનેશ ભાઈ બાવળિયા,ભગવાનજીભાઈ ખતાણા ,વનરાજ ચાવડા ,ભગીરથ ભાઈ લોખીલ,ધર્મેન્દ્ર ભાઈ રાંકજા,રમેશભાઈ મૂંધવા ,પ્રદીપસિંહ ઝાલા,કિર્તીસિંહ જાડેજા,કલ્પેશભાઈ ગાંભવા,કેતનભાઈ અજાણા,ઇકબાલ ભાઈ સુમરા ,ભરતભાઇ ખાંભરા,દેવસીભાઈ મોરી અને ચંદ્રસિંહ પઢીયાર સહિત ના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!