મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુન્હામા મૃતક અજાણ્યા પુરુષની લાશની ઓળખ કરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવામાં મોરબી એસઓજી પોલીસની ટિમને સફળતા સાંપડી છે.
મોરબી તાલુકામાં પાંચ વર્ષ અગાઉ હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો આ પ્રકરણમાં મૃતક તથા પુરુષનો હત્યારો આરોપી અજાણયા હોવાથી હત્યાનો ગુન્હો છેલ્લા પાંચ વર્ષથી વણ શોધાયેલ હતો. તેવા સંજોગો વચ્ચે પોલીસે મરણ જનારની ઓળખ કરી આરોપી જયેશભાઇ ચમનભાઇ રંગાડીયા (ઉ.વ.૨૫ રહે.હાલ અમદાવાદ વટવા ગામ રીંગ રોડ સાઇડ રોપડા ચોકડી સંકલ્પ રેસીડન્સી, મૂળ ગામ.સોની તલાવડી વિસ્તાર પુષ્પ વાટીકાની બાજુમાં ધાંગધ્રા)ને પકડી પડ્યો હતો અને વધુ કાર્યવાહી અર્થે આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ પી.જી.પનારા, એલ.સી.બી પીએસઆઇ એન.બી.ડાભી, એલ.સી.બી.સ્ટાફ તથા એસ.ઓ.જી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રસિકભાઇ કડિવાર , શેખાભાઇ મોરી , મહાવીરસિંહ પરમાર , મુકેશભાઇ જોગરાજીયા તથા કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર ભાવેશભાઇ મિયાત્રા , ડ્રા.પો.કોન્સ સંદીપભાઇ માવલા સહિતના જોડાયા હતા.