પાંચ વર્ષ પહેલાના સમગ્ર હત્યા પ્રકરણ માં અગાઉ એક આરોપી ઝડપાયા બાદ વધુ બે આરોપીઓ ને ઝડપી પાડવામાં મોરબી પોલીસ ને સફળતા મળી હતી.
મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૭ માં નોંધાયેલ ગુન્હામા આશરે 30 વર્ષય યુવાનનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો . આ મૃતદેહ સામજીભાઇ ખીમાભાઇ સોનગ્રા(રહે.સોની તલાવડી ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર)ની હોવાની ખરાઇ થઈ હતી જેને પગલે મૃતકના માતા અને ભાઇની પુછપરછ દરમિયાન આ સામજી જયારે ગુમ થયેલ ત્યારે તેનો મિત્ર જયેશભાઇ ચમનભાઇ રંગાડીયા (રહે.ગામ , સોની તલાવડી ધાંગધા જી.સુરેંદ્રનગર) પાસે રીક્ષાના પૈસા લેવા જવાનું કહી મોરબી ગયા બાદ પરત આવ્યા નથી અને જયેશ પણ થોડા સમય બાદ ધાંગધ્રા આવતો ન હોવાની હકીકત જાણવા મળી હતી.
આ વિગતને પગલે એસ.ઓ.જી.ની ટીમે અમદાવાદ ખાતે દોડી જઇ જયેશને દબોચી લીધો હતો. પોલીસની પુછપરછમાં ભાંગી પડેલ જયેશ એ જણાવેલ કે મૃતક સામજી અને પોતાને રીક્ષાના પૈસાની લેતી દેતી બાબતે બંન્ને વચ્ચે બોલાયાલી થઇ હતી. ત્યારબાદ સહ આરોપીઓએ કાવતરું રચી સામજીને પૈસા લેવા મોરબી બોલાવી અને પોતે તથા તેના મિત્ર પ્રવિણભાઇ અને મુકેશભાઇ (રહે બંન્ને ગોકુળ નગર , મોરબી) મોરબી રફાળેશ્વર અને જોધપર નદી પાસે સ્કુલની પાછળ અવાવરૂ જગ્યાએ આરોપી જયેશ તથા મુકેશ અને પ્રવિણે મળી સામજીને માથામાં જંપરનો પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દિધો હતો ત્યારબાદ લાશ પર પટ્રોલ છાંટી સળગાવી દઇ નાશી ગયા હતા . જેને લઈને આરોપી જયેશને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને તપાસ સોંપી વધુ પછપરછ માટે કોર્ટમાં રીમાન્ડની માંગણી કરતા દિન -૫ ના રીમાન્ડ મંજુર કરેલ. તપાસ દરમ્યાન સહ આરોપી પ્રવિણ નારણભાઇ કણજારીયા તથા મુકેશ મનસુખભાઇ ડાભીને પણ દબોચી લઈ ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.