Monday, July 15, 2024
HomeGujaratમોરબીના ગુંગણ ગામે પિતાએ ઠપકો આપતા તરુણીએ અને મોરબી ની પરિણીતાએ મોત...

મોરબીના ગુંગણ ગામે પિતાએ ઠપકો આપતા તરુણીએ અને મોરબી ની પરિણીતાએ મોત વ્હાલું કર્યું

મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમા રહેતી તરુણી અજાણ્યા છોકરા સાથે ઉભી હોવાથી તેના પિતાએ ઠપકો આપ્યો હતો જે બાબતે લાગી આવતા યુવતીએ ઝેરના પારખાં કરી મોતની સોળ તાણી છે. જ્યારે બીજા બનાવ માં મોરબીની પરિણીતાનું એસિડ પી જતા સારવાર દરમીયાન મોત નીપજયું હતું .

- Advertisement -
- Advertisement -

આરતીબેન દિનેશભાઇ સાતોલા (ઉ.વ. ૧૬ રહે. ગામ ગુંગણ, વાડી વિસ્તાર તા.મોરબી)ને તેણીના પિતાએ આજથી આઠેક દિવસ પહેલા કોઇ અજાણ્યા છોકરા સાથે ઉભી હોવાથી આ બાબતે ઠપકો આપ્યો હતો. જે અંગે તરુણીને મનોમન લાગી આવતા પોતે ગત તા. ૦૫/૦૨/૨૦૨૨ ના ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જે અંગે જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ તા. ૦૯/૦૨/૨૦૨૨૨ ના મોરબી આયુષ હોસ્પિટલમા ખાતે ખસેડાઇ હતી ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા દાખલ કરાઈ હતી.જ્યા સારવાર દરમિયાન તા. 9ના રોજ તેણીનું મોત નીપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું હતું.આથી મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

જ્યારે બીજા બનાવ માં મોરબીની ત્રીમુર્તી સોસાયટીમાં પિયર ધરાવતી પરિણીતાએ પિતાના ઘરે એસીડ ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મોરબીના સામાકાંઠે આવેલ અનંતનગરમા રહેતી હેતલબેન દિનેશભાઇ સુરેલીયા નામની ૩૮ વર્ષીય પરિણીતાએ વાવડી રોડ પર આવેલ ત્રીમુર્તી સોસાયટીમાં રહેતા પોતાના પિતાના ઘરે એસીડ પી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર કારગત ન નિવડતા તેણીનું સારવાર દરમિયાન ગત તા.૧૦/૦૨/૨૦૨૨ ના મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!