બિહાર રાજયના ભોજપુર જીલ્લાના અગીયાવ તથા ચરપોખરી પંથકમાં ખુન તથા ખુનની કોશિષના ગુન્હાના બે આરોપીઓને બિહાર પોલીસ સાથે સંકલનમાં રહી મોરબી તાલુકા પોલીસે ઊંચી માંડલ ગામેથી ઝડપી લીધા હતા.
બિહારના ભોજપુર જીલ્લાના અગીયાવ પોલીસ સ્ટેશનના કલમ -૩૦૨ના ગુન્હામાં સંડોવાયેલ અને ફરાર આરોપી તથા યરપોખરી પોલીસ સ્ટેશનના કલમ ૩૦૭ના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને દબોચી લેવા બિહાર પોલીસે મોબાઇલ લોકેશન આધારે તપાસ અર્થે આવતા મોરબી તાલુકા પોલીસ અને બિહાર પોલીસે સહિયારું ઓપરેશન હાથ ધરી આરોપી રાકેશ ઉર્ફે આરજુ વિષ્ણુકાંતસિંહ ઉર્ફે અનિલકુમાર મહંતો (ઉ.વ.૨૨, રહે.રતનાળ, તા.અગીયાવ,જી.ભોજપુર,) અને શિવકુમાર ઉર્ફે સી.એમ, કાસુનિલસીંગ મહંતો (ઉ.વ.૨૦, રહે, રતનાળ , તા.અગીચાવ , જી.ભોજપુર, બિહાર)ને મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ સેલટોસ સિરામીક ખાતેથી પકડી ઝડપી લીધા હતાં. ઉલ્લેખનીય છે કે શિવકુમાર અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.