Thursday, November 28, 2024
HomeGujarat'સત્ય મેવ જયતે' ત્રાજપર ના સરપંચ બન્યા બાદ અંતે ટીડીઓ એ સરપંચ...

‘સત્ય મેવ જયતે’ ત્રાજપર ના સરપંચ બન્યા બાદ અંતે ટીડીઓ એ સરપંચ ને ગેરલાયક ઠેરવ્યા

મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયત ના સરપંચ ને આજે ટીડીઓ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે .
જેમાં ચૂંટાયેલા ત્રાજપર ના સરપંચ જયંતિભાઈ માધુભાઈ વરાણીયા ને આજે ટીડીઓ એ ગેરકાયદેસર રીતે નોંધણી કરાવી હોવાનું જણાવી ગેરલાયક ઠેરવ્યા હતા .ચાર – ચાર સંતાનો ધરાવતા ઉમેદવારે સૌથી નાના સંતાનની તારીખમાં ઘાલમેલ કર્યાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત માં લેખિત રજુઆત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

શું બન્યું હતું ?કઈ રીતે કર્યા હતા દસ્તાવેજ માં ચેડા ?

પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.19 ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામપંચાયતની ચૂંટણી અંતર્ગત મોરબી તાલુકાની ત્રાજપર ગ્રામ પંચાયત માટે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનાર જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરેલા ઉમેદવારી પત્રમાં ચાર સંતાનો હોવાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ તેમના ચોથા નંબરના પુત્ર જયરાજભાઈનો જન્મ 2004માં થયો હોવાનું દર્શાવ્યું છે જે સદંતર પણે ખોટું હોવાનું તેમના હરીફ સરપંચ પદના ઉમેદવાર જશુબેન પરસોતમભાઈ સાબરીયાએ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયત કચેરીના સંબંધિત અધિકારી સમક્ષ લેખિત રજુઆત કરી હતી.વધુમાં જે તે સમયે કરેલ રજુઆતમાં જણાવાયું હતું કે, ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનાર જયંતીભાઈ માધુભાઈ વરાણીયાને કુલ ૪ ( ચાર ) સંતાનો છે તેમજ તે અન્વયે એક બાળકનો જન્મ સને ૨૦૦૫ ની સાલ બાદ થયેલ હોવાનું જણાવી ગુજરાત પંચાયત એકટ – ૧૯૯૩ની કલમ ૩૦ ( એમ ) મુજબ જો કોઈ વ્યકિતને બે કરતા વધારે બાળકો હોય તો તે પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે ગેરલાયક ગણાશે. પરંતુ જો કોઈ વ્યકિતને બે કરતા વધારે બાળકો તારીખ ૦૪–૦૮–૨૦૦૫ પહેલાના હશે તો તે ગેરલાયક બનશે નહી વધારે બાળકોનો જન્મ એક વર્ષની અંદર થયેલ હશે તો તે વિચારણામાં લેવામાં આવશે નહી ( તારીખ ૦૩-૦૮-૨૦૦૬ સુધીમાં ) વધુમાં જો ૧ અથવા વધારે બાળકો તારીખ ૦૩-૦૮-૨૦૦૬ પછી જન્મેલ હશે તો તે વ્યકિત ગેરલાયક બનશે. તેના નિયમોની ઝેરોક્ષ પણ સાથે સામેલ કરી ઉમેદવારે રજુ કરેલ ફોર્મની નકલ પણ રજુઆત સાથે જોડવામાં આવી હતી.

આ સંજોગોમાં જયંતીભાઈ માધુભાઈ વરાણીયાએ ઉમેદવારી ફોર્મમાં ખોટી હકીકત દર્શાવેલ હોવાથી કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવી હતી જેથી ત્રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો હતો અને ચોંકાવનારી રજૂઆતને પગલે સંબંધિત તંત્ર પણ તપાસ માટે દોડતું થયું હતું .

જ્યારે ગ્રામ પંચાયત ની ચૂંટણી ઓ આવે છે ત્યારે સરપંચ બનવા હોડ જામી હોય છે ત્યારે સરપંચ બનવા ની લ્હાયમાં આવા ખોટા પુરાવાઓ રજૂ કરનાર સામે તંત્ર એ કડક પગલાં લઈ આજે મોરબી ટીડીઓ દ્વારા ચુકાદો આપતા સરપંચ જયંતીભાઈ મધુભાઈ વરાણીયા ને ગેરલાયાક ઠેરવતા હડકંપ મચી જવા પામ્યો છે અને હાલ માં ત્રાજપર ગ્રામ પંચાયત સરપંચ નો ચાર્જ ઉપસરપંચ ને સોંપવામાં આવ્યો છે.

શુ હોય છે પંચાયત ની ચુંટણી લડવાના નિયમ ?

ગુજરાત પંચાયત એક્ટ ૧૯૯૩ ની કલમ 30 એમ હેઠળ ઉમેદવારને વર્ષ 2005 પછી બે થી વધુ બાળકો હોય તો ચૂંટણી લડી શકે નહિ.ગેરલાયક ઠરેલા સરપંચ જ્યંતીભાઇ વરણિયા એ પોતે ચાર બાળકો ધરાવતા હોવાથી બાળકોના જન્મના દાખલાઓમાં તારીખો સાથે ચેડાં કર્યા હતા.જેને પગલે મોરબી ટીડીઓએ આજે ત્રાજપર ના સરપંચ જ્યંતી વરાણિયાને પુરાવા માં ચેડાં કર્યા હોવાનું સાબિત થતા સરપંચ પદેથી ગેરલાયક ઠેરવ્યા .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!