Tuesday, May 7, 2024
HomeGujaratચોરાઉ બાઈક સાથે નીકળેલ શખ્સને ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ

ચોરાઉ બાઈક સાથે નીકળેલ શખ્સને ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ

ચોરાઉ બાઈક સાથે નીકળેલ એક શખ્સને પોકેટ કોપ મોબાઇલની મદદથી દબોચી લઈ વાંકાનેર તાલુકા પોલીસે વાહન ચોરીનો કેસ ઉકેલી નાખ્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન નંબર વગરના સીલ્વર કલરના હીરો સ્લેન્ડર પ્રો બાઈક લઈ શંકાસ્પદ હાલતમાં નીકળેલ કલ્પેશભાઇ અશોકભાઇ દુધરેજીયા (રહે.સુરેન્દ્રનગર,મીલ રોડ હરીપ્રકાશનગર સુરેન્દ્રનગર મુળ અમદાવાદ)ને અટકાવી તલાશી લેતા જેમાં બાઈકના કાગળો અને માલીક બાબતે કોઇ સંતોષકારક જવાબ નહી આપતા પોલીસે પોકેટ કોપ મોબાઇલની મદદથી સર્ચ કરતા મો.સા.ના માલીક દિગ્વીજયભાઇ પ્રવિણભાઇ ગઢવી (રહે. મોહન ચાલી દાળ મીલ રોડ . , મીલ બંગલોની સામે સુરેન્દ્રનગર)નુ હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે આરોપીની આકરી પુછપરછ કરતા આ બાઈક સુરેન્દ્રનગરના મીલ રોડ પરના હરી પ્રકાશનગરમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ કામગીરીમાં ઇન્ચાર્જ પીએસાઈ પી.જી.પનારા હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા કોન્સ્ટેબલ હરીચંદ્રસિંહ ઝાલા તથા મુકેશભાઇ જીલરીયા તથા સંજયસિંહ જાડેજા રોકાયા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!