મોરબીના આંગણે અને શકત શનાળાના પ્રાંગણે છઠ્ઠા સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં 60 નવદંપતી લગ્નગ્રંથીથી જોડાઇ પ્રભુતામાં પગલાં માંડશે.
મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર, ચિત્રા હનુમાનજી ધુન મંડળ તેમજ પી.જી. પટેલ, કોલેજ-મોરબી છેલા કેટલાય વર્ષથી શાહી લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આવતીકાલે તા. ૧૭.૦ર.ર૦રરને ગુરુવારના રોજ મોરબીના શકત શનાળા ખાતે ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડીમા સમૂહ લગ્ન યોજાશે. આ મંગલ અવસરે 60 નવદંપતિઓ લગ્નના તાંતણે બંધાશે. પ્રવર્તમાન કોરોનાના વાયરસને પગલે સરકારી ગાઈડલાઈન મુજબ દર બે કલાકે 12 દીકરીઓના લગ્ન યોજાશે એક દિવસ માં 60 દીકરીઓના લગ્ન યોજાશે તેમજ સવારે 9.30 કલાકે સત્કાર સમારંભ પણ યોજાશે તેમ વાત્સલય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડો.પરેશભાઈ પારીઆની યાદીમાં જણાવાયું છે.