ટંકારા પંથકમા નોંધાયેલ ઘરફોડ ચોરીના મુદ્દામાલ ચાર આરોપીઓને ટંકારા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ૧.૬૫ લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ટંકારાની લતીપર ચોકડી નજીક આવતા બે ઇસમો શંકાસ્પદ હાલતમાં ઉભા હતા. જે ને અટકાવી પોલીસે પુછપરછ અને અંગઝડતી કરતા બન્ને ઇસમો પાસેથી સોનાની ઢાળ વજન ૩૩,૫૮૦ ગ્રોસ જેની કિંમત ૧,૧૪,૦૦૦ તથા ચાંદીનો ઢાળ વજન ૩૭,૫૦૦ ગ્રોસ જેની કિંમત રૂપીયા ૧૪૦૦ સહિત કુલ કિ રૂ ૧,૧૫ ૪૦૦ અને રોકડા રૂપીયા ૫૦,૦૦૦ મળી કુલ કિ ૧,૬૫,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીની શકપડતી આધારપુરાવા મીલકત ગણી સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ડી ૧૦૨ મુજબ આરોપી અજયભાઈ લખમણભાઈ સાથળીયા (ઉ.વ.૨૦ રહે. રાજકોટ ૨૫ વારીયા શીતળામાતાની ધાર ગોંડલ ચોકડી) તથા ધર્મેશ ઉર્ફે ધર્મો વલ્લભભાઈ સાથલીયા (ઉં.વ.ર૩ રહે. આજીડેમ માનસરોવર સો.સા મુળ રહે મોટાહડમતીયા તા વિછીયા જી રાજકોટ)ને ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી કરી હતી.જેની પૂછપરછ દરમિયાન આરોપીઓ ટંકારા પોલીસ મથકમા અગાઉ દાખલ થયેલ ચોરીના કબુલાત આપેલ અને પોતાની સાથે આરોપી રાજુભાઇ રતુભાઇ દેત્રોંજા (ઉ.વ.૨૨ રહે.રાજકોટ માધાપરા ચોકડી, આજીડેમ -૨) અને રાજેશ લખમણભાઈ સાથલીયા (ઉ.વ.૩૦ રાજકોટ, ભગવતી પરા શેરી નં .૦૫) હોવાનુ જણાવતા તમામ આરોપીઓ
ને હસ્તગત કરી મજકુર ચારેય આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે