મોરબીમા અભયમ ટીમે યશસ્વી ફરજ બજાવી મોતના મુખમાં ધકેલાતી મહિલાને અટકાવી સમાધાન કરાવ્યું હતું. પતિ સાથે ઝઘડો થયા બાદ શહેરના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક આપઘાતનો વિચાર કરતી પીડિતા રેલ્વે લાઈન ઉપર પહોંચી હતી જેની જાણ થતાં અભયમ ટીમે દોડી જઇ કાઉન્સિલિંગ કરી ઘરે પહોંચાડી હતી.
મોરબીમા રહેતી એક મહિલાને તેના પતિ સાથે ઝઘડો થતા તે ઘરેથી નીકળી આપઘાત કરવાના ઈરાદે રેલ્વેસ્ટેશન ઉપર પહોંચી ગઈ હતી.આ અંગે જાગૃત નાગરિક દ્વારા અભયમ ને જાણ કરવામાં એવી હતી જેને લઈને મોરબી લોકેશનના કાઉન્સિલર જાગૃતિ ભુવા અને પાઈલોટ મિતેશભાઇ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને મહિલાને આશ્વાશન આપી બાદમાં પુછપરછ કરતા જણાવ્યુ હતું કે મહિલા તેના પતિ,સસરા અને સાસુ સહિતના પરિવાર સાથે રહે છે. જેથી અભયમની ટીમે મહિલાનુ કાઉન્સિલીગ કરીને તેના ઘરે લઈ ગયાં હતાં. પુછપરછ દરમિયાન જાણવા મળ્યુ હતું કે મહિલા નાની-નાની બાબતે જીદ કરીને ઝઘડા કરતી રહે છે. પતિ તથા પીડિતાનુ કાઉન્સિલીગ કરતા જાણવા હતું કે નજીવી બાબતમાં તકરાર થતા પીડિતાને લાગી આવતા ઘર છોડી ને જતી રહેલ ત્યારબાદ મહિલાના મનમાથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા આપઘાત કરવાનો વિચાર પણ કાઢ્યો હતો અને બન્ને વચ્ચે સમાધાન કરાવી મામલો શાંત પડ્યો હતો.