મોરબીના ધર્મમંગલ સોસાયટીમાથી વધુ એક બાઈકની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ધર્મ મંગલ સોસાયટીમા આવેલ સર્વપરી સ્કુલની બાજુમા રહેતા સૌરવભાઇ વિપુલભાઇ વામજાએ પોતાનું હીરો કંપનીનુ કાળા કલરનુ સ્લેન્ડર બાઈક રજી.નં. જી.જે.૩૬.એ.એ.૦૮૨૮૫ ૨૦૨૧ મોડેલ જેની કિ.રૂ. ૩૦,૦૦૦ પાર્ક કર્યું હતું. જે બાઇકની રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે સૌરવભાઇએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.