હળવદ તાલુકાના રણમલપુર ગામેં વાડીના શેઢે કુંડી નજીક વેચાણ કરવાના ઇરાદે સંતાડેલ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી લીધો હતો.
રણમલપુર ગામે ગેરકાયદે દારૂનો જથ્થો છુપાવેલ હોવાની પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી જ્યા રેઇડ કરતા ખોડીયાર માતાના મંદિર પાછળ આવેલ નરેશભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૦)ની વાડીના શેઢે ચર્મની કુડી પાસેથી ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂની “WHITE LACE VODAKA 180” બોટલો નંગ-૧૫ કી.રૂ.૧૫૦૦/- નો મુદામાલ ઝડપાયો હતો. જેને લઈને પોલીસે આરોપી નરેશને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.