મોરબી જિલ્લામાં છેલા 24 કલાકમાં અમૃત્યુનો એક બનાવ સામે આવ્યો છે જેમાં સુંદરગઢ તથા જુના સુંદરગઢ ગામની વચ્ચે બેફામ સ્પીડે આવતા ટ્રેકે બાઈક ચાલકનો જીવ લીધો હતો.
હળવદ પોલીસ મથકેથી ૧૦ કિ.મી દુર નવા સુંદરગઢ તથા જુના સુંદરગઢ ગામની વચ્ચે આશ્રમ નજીક પુર પાટ વેગે આવતા ટ્રક રજી. નં. GJ-02-XX-1520 ના ચાલકે બાઈક ચાલક કિશનના મોટર સાયકલ ર.જી.નં. .GJ-13-KK-9155ને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક કિશનને માથાના ભાગે તથા શરીરે પેટના ભાગથી ઇજા પહોચી આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલકના બંને પગ શરીર થી જુદા થઈ ગયા હતા. જેમાં બાઈક ચાલકનું મોત નિપજતા મૃતકના પિતા મનસુખભાઇ ચકુભાઇ પીપળીયા (ઉ.વ.૫૧ રહે,ગામ-જીકીયારી, તા.હળવદ, જિ.મોરબી)એ ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.