મોરબી તાલુકામા બાઈક ચોરના ગુન્હાને અંજામ આપતા શખ્સ વિરુદ્ધ વધુ ચારા બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ ઓનેસ્ટ હોટલની બાજુના એજેક ટાઇલ્સના શો-રૂમ પાસેથી ભરતભાઇ નરસંગભાઇ રાઠોડ (ઉ.વ.૨૭, ધંધો-વેપાર, રહે. નાગડાવાસ, તા.જી.મોરબી)ના હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. GJ-03-BK-4738 જેની કિં.રૂ.૩૫,૦૦૦ તથા સાહેદ સુરેશકુમાર છોટુરામ જયવલીયાનુ હોન્ડા કંપનીનુ સી.ડી.૧૧૦ ડ્રીમ મોટર સાયકલ જેના રજી.નં. GJ-36-K-8745 સહિત બે મોટર સાયકલ કિં.રૂ.૬૦,૦૦૦ ની મત્તાની આરોપી મુકેશભાઇ ધુડાભાઇ ડાભી (રહે. નવાગામ, તા.થાનગઢ, જી.સુરેન્દ્રનગર) તથા સેલાભાઇ રણછોડભાઇ ચાવડા (રહે. અમરાપર, તા.થાનગઢ, જી.સુરેન્દ્રનગર) ચોરી કરી લઈ જતા ફરિયાદ નોંધાઈ છે.
જ્યારે અન્ય એક ફરિયાદમાં અશોકકુમાર સાવરમલ શર્મા (ઉ.વ.૩૭, ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે. હાલ-રાધેશ્યામ પ્લાઝા, નવા સાદુળકા મૂળ, રાજસ્થાન)ના કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી નં.G-J36-AB-1452ની કિં.રૂ.૩૫,૦૦૦ તથા સાહેદ પિયુષભાઇ દુર્લભજીભાઇ ખાનપરા (રહે.મોરબી) સ્પ્લેન્ડર બાઈક રજી.નં. GJ-03-BG-4257 કિં.રૂ.૩૫,૦૦૦ મળી બન્ને મોટર સાયકલ કૂલ કિં.રૂ.૭૦,૦૦૦ ની ચોરી થતા આરોપી મુકેશભાઇ ધુડાભાઇ ડાભી અને રમેશભાઇ મેરાભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદને આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.