મોરબી બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 12 પાસ બ્રહ્મ સમાજના સરકારી ભરતીની તૈયારી કરતાં વિધાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના નીશુલ્ક ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આગામી તા.24મીથી શુભારંભ કરવામાં આવશે.
સરકારી નોકરી માટે યુવાઓ દિવસ રાત એક કરીને મહેનત કરતા હોય છે ત્યારે આવા બ્રહ્મસમાજના ઉમેદવારોને સચોટ અને કુશળ માર્ગદર્શન મળી રહે તેવા ભાવથી મોરબી સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા સરકારી ભરતીઓ જેવી કે જીપીએસસી ક્લાસ 1/2 , ક્લાસ 3 જેવી કે તલાટિ / ક્લાર્ક / પોસ્ટ / પોલીસ જેવી તમામ પરીક્ષાઓ માટે તદન નિશુલ્ક વર્ગ શરૂ કરવામાં આવશે. તા .24 / 02 / 2022 અને ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન કલાસનો પ્રારંભ થશે. ક્લાસમાં માર્ગદર્શન સાથે સાથે સારામાં સારું માર્ગદર્શન મળી રહે તે માટે સ્પીપા તેમજ રાજકોટ, ગાંધીનગરની અનુભવી ફેકલ્ટી તેમજ સચોટ પરિક્ષાલક્ષી મટિરિયલ , 200થી વધુ વનલાઇનર વિડિયો તેમજ એકસ્ટ્રા મેથ્સ તેમજ રિજનિંગની બુક્સ પણ ફ્રી આપવામાં આવશે.વધુમાં રેગ્યુલર ટેસ્ટ અને કરંટ અફેર પણ આપશે.
બ્રહ્મસમાજના આગેવાનો દ્રારા મોરબીમાં રહેતા ધોરણ 12 પાસ વિધાર્થીઓને આ લાભ લેવા આહવાન કરવામાં આવે છે. જેથી ઇચ્છુક ઉમેદવારોએ રજીસ્ટ્રેશન માટે બ્રહ્મ સમાજના સંયોજક સચિન વ્યાસ 9727464164, સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી અમુલભાઈ જોશી 9227100011, મહામંત્રી કેયૂરભાઈ પંડ્યા 9429484440, પ્રમુખ કિશોરભાઇ શુક્લનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.