Friday, March 29, 2024
HomeGujaratમોરબીના માધાપરમા આવેલ કિંમતી જમીન હડપ કરી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ તળે...

મોરબીના માધાપરમા આવેલ કિંમતી જમીન હડપ કરી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ તળે કાર્યવાહી હાથ ધરાઈ

મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ કરોડોની કિંમતી જમીન હડપ કરી જનાર શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ. ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઘુનડા ગામે રહેતા કિશનભાઇ દિનેશભાઇ રંગપરીયા (ઉ.વ.૨૨) ની મોરબીના માધાપર ખાતે આવેલ સર્વે નંબર ૧૨૩૦ ખાતા નંબર ૯૦૪ વાળી ખેતીની ખેડવાણ જુની શરતની જમીન ક્ષેત્રફળ (હે.-આરે-ચો.મી) ૧-૦૧-૧૭ ની જગ્યા હડપ કરી જવાના ઇરાદે આરોપી સવજીભાઇ ગોવીંદભાઇ કંઝારીયા (રહે. ખેરની વાડી, લાતીપ્લોટ-૨, જુના અજંતા પાછળ, મોરબી) એ ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી અડિંગો જમાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૧)(૩),૫(ગ), મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!