મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલા શૌચાલય અંગે બનાવવાની માંગ સાથે મોરબી આગેવાનો દ્વારા મુખ્યમંત્રી સહિતનાઓએ રજૂઆત કારવામાં આવતા આ રજૂઆતના સફળ પડઘા પડ્યા છે અને મુખ્યમંત્રી કાર્યાલયથી લગત વિભાગને આ અંગે કામગીરી કરવા સૂચન અપાયું છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઈ બ્લોચ સહિતનાઓએ મોરબીના નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલયની માંગ ઉઠાવી હતી.શૌચાલયના અભાવને પગલે ગામડાઓમાંથી ખરીદી અર્થે આવતી મહિલાઓ મુશ્કેલી અને શરમ અનુભવી ભાવતી હોવા સહિતની મુખ્યમંત્રી, રાજયમંત્રી સહિતનાઓ રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને લઇને મુખ્યમંત્રીના ઉપસચિવ દ્વારા સબંધિત વિભાગને આ કામગીરી અંગે ઘટતું કરવા આદેશ જારી કર્યા છે. નિયમાનુસાર કાર્યવાહી કરવાની અને કરેલ કાર્યવાહીની વિગતો સંબંધિત અધિકારીને મોકલવા સહિતના આદેશ કરાયા છે.