સુરતના પૂણા વિસ્તારમાં આવેલ કુંભારીયા ગામેં ગુજરાત એ.ટી.એસ. તથા સુરત શહેર એસઓજી પોલીસ અને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે સહિયારું ઓપરેસન હાથ ધરી 570 કિલો રક્ત ચંદનના જંગી જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે 25 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેશનરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જિલ્લાના કુંભારીયા ગામે વિનોદભાઈ સોમાભાઈ પટેલના ઘરમાં ગેરકાયદે રક્ત ચંદન લકડાનો જથ્થો સંતાડેલ હોવાની બાતમી મળતા ગુજરાત એટીએસની ટીમે રેઇડ પાડી હતી આ દરમિયાન રૂપિયા ૨૫ લાખની કિંમતનો ૫૭૦ કિલોગ્રામ રક્ત ચંદનના ૨૩ લકડાનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ચંદનના જથ્થા સાથે આરોપી વિનોદભાઈ સોમાભાઈ પટેલ, (ઉ.વ.૪૯, રહે. ટેકરા ફળીયું કુંભારીયા ગામ, પૂણા , સુરત), ધીરૂભાઈ ઉર્ફે ગોલ્ડન ભોળાભાઈ ઝાંઝળા, (ઉં.વ.૪૧, રહે.વિવેકાનંદ સોસાયટી, અથુભાઈ આહીરના મકાનમાં ભાડેથી, અર્ચના સ્કૂલ પાસે , પૂણા, સુરત મૂળ વતન ગામ ઝાંઝરડા, તાલુકો રાજુલા, અમરેલી) અને વિજયભાઈ ગોવિંદભાઈ બોળીયા (ઉ.વ.૩૦, રહે.રાધિકા સોસાયટી, નનસાડ ગામ, તાલુકો : કામરેજ, મૂળ વતન બાબરા, જીલ્લો અમરેલી)
પોલીસે ફોરેસ્ટ ડીપર્ટમેન્ટને ફોરેસ્ટ લો હેઠળ કાયદેસરની કાર્યવાહી સોંપવામાં આવેલ છે. રીકવર કરેલ રક્ત ચંદનના લાકડાના જથ્થા જંગલ વિસ્તારમાંથી કપાયા છે કે નહીં એ બાબતે સાયન્ટીફીક એનાલીસીસ સારૂ મોકલી આપી ફોરેસ્ટ ડીપર્ટમેન્ટ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે .