Sunday, April 28, 2024
HomeGujaratરવિવારે મોરબી જિલ્લાના સવા લાખથી વધુ બાળકોને પોલિયોની રસી અપાશે

રવિવારે મોરબી જિલ્લાના સવા લાખથી વધુ બાળકોને પોલિયોની રસી અપાશે

મોરબી જિલ્લામાં આગામી તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ ૫ વર્ષ સુધીના કુલ ૧,૩૨,૪૧૦ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જે માટે જિલ્લામાં કુલ ૬૧૬ પોલીયો બુથોની રચના કરાઈ છે અને ૨૨૪૬ કર્મચારીઓને પોલીયો બુથો ઉપર ફરજ સોંપવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે આ ઉપરાંત ૧૯૦ સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે. તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ પોલીયો બુથ ઉપર પોલીયોનું રસીકરણ કરવામાં આવશે અને બુથ ઉપર રસીકરણ કરવામાં બાકી રહી ગયેલ બાળકોને ઘર ઘર મુલાકાત કરીને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. આ માટે મોરબી જિલ્લાના કુલ ૨૧૩૩૩૧ ઘરોની મુલાકાત માટે ૧૧૨૨ ટીમોની રચના કરવામાં આવેલ છે . આ ઉપરાંત ખેતર, વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, રોડની આજુબાજુ નો વિસ્તાર, અગર વિસ્તાર, બાંધકામ વિસ્તાર, ખાણના વિસ્તાર કે અન્ય વગેરે જેવી દુર્ગમ જગ્યાઓ ઉપર વસતા મજુરના બાળકોના પોલીયો રસીકરણ માટે ૫૧૦ મોબાઈલ ટીમોની રચના કરેલ છે. તેમજ આ પોલીયો કાર્યક્રમ દરમ્યાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલીયોની રસી આપવા માટે ૨૪ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે . આ ટીમો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો ઉપર કામગીરી કરશે. મોરબી જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકો ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ પોલીયો બુથ ઉપર જઈ રસીકરણ કરાવે તેમજ આજુબાજુના વિસ્તારમાં વસતા મજુરોના બાળકો પણ પોલીયોની રસી પિવડાવે અને પોલીયો સામે રક્ષણ મેળવે તે માટે બાળકોનાં વાલીઓ દ્વારા સાથ સહકાર આપવા માટે મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા તેમજ જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરા તથા જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.વિપુલ કારોલીયા દ્વારા વાલીઓને અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!