મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની સીરીજ GJ-36- AF- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૦૧-૦૩-૨૦૨૨ થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે.
ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા ૮૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૪૦૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૧૫૦૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા.૦૧/૦૩/૨૦૨૨ થી તા.૦૬/૦૩૦/૨૦૨૨ સુધી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૦૭/૦૩/૨૦૨૨ થી તા.૦૮/૦૩/૨૦૨૨ સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા.૦૯/૦૩/૨૦૨૨ ના રોજ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે.
ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું ત્રણ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરી આ ફોર્મ સાથે અરજી કરેલ ફોર્મ CNA અને ઇ-પેમેન્ટથી રસીદ લગાવી આરટીઓ કચેરીમાં તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ સાંજના ૪:૦૦ કલાક સુધીમાં ફોર્મને ચકાસણી અર્થે જમા કરાવવાનુ રહેશે. તા.૧૨/૦૩/૨૦૨૨ સુધી મળેલી અરજીઓ જ માન્ય રહેશે. ત્યાર બાદ મળેલી અરજીઓ દફતરે કરાવામાં આવશે. સફળ અરજદારોએ નિયત સમય મર્યાદામાં બીડની રકમનું ઈ-પેમેટ કરી ફોર્મ એ આર.ટી.ઓ. કચેરી મોરબી ખાતે જમા કરાવામાં અરજદાર નિષ્ફળ જશે તો ભરેલ રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે ત્યાર બાદ પેમેટ વગરની અરજીઓને રદ બાતલ કરવામાં આવશે. તેમ મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.