Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના લુંટાવદર ગામે બાવળની કાંટમાંથી 71 બોટલ દારૂ ઝડપાયો: બન્ને બુટલેગર ભાગી...

મોરબીના લુંટાવદર ગામે બાવળની કાંટમાંથી 71 બોટલ દારૂ ઝડપાયો: બન્ને બુટલેગર ભાગી ગયા

મોરબી તાલુકાના લુંટાવદર ગામે આરોપીના રહેણાક મકાનની સામે ખરાબાની જગ્યામાં પોલીસે રેઇડ પાડી વેચાણ અર્થે છુપાવી રાખેલ 71 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

લુંટાવદર ગામે દારૂની બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી આ દરમિયાન આરોપી દિનેશભાઇ રામજીભાઇ કોળીના રહેણાંક મકાનની સામે આવેલ ખરાબાની જગ્યામાં આવેલ બાવળની કાંટમાંથી મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કીની ૭૧ બોટલ કુલ કિં.રૂ.૨૬,૬૨૫ નો જથ્થો ઝડપાયો હતો.રેઇડ દરમિયાન આરોપી દિનેશભાઇ રામજીભાઇ કોળી અને નવઘણભાઇ રણછોડભાઇ રબારી (રહે.બન્ને લુંટાવદર તા. મોરબી) પરિસ્થિતિ પારખી નાશી છૂટતા પોલીસે બન્નેને ફરારી જાહેર કરી ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!