મોરબી જિલ્લામા છેલા ચોવીસ કલાકમાં અપમૃત્યુના ચાર કેસ સામે આવ્યા છે જેમાં તરુણીએ ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું છે આ ઉપરાંત યુવાન સહિત ચાર લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
અપમૃત્યુના કેસની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી શહેરના કાલીકા પ્લોટ શેરી નં.૪ મા રહેતી રીનાબેન રાજુભાઇ મકવાણા નામની ૧૬ વર્ષની તરુણીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેમાં તેણીનું મોત નીપજ્યું હોવાનું હોસ્પિટલના તબીબે જાહેર કર્યું હતું.
અપમૃત્યુના વધુ એક કેસની વિગત અનુસાર વાંકાનેર તાલુકાના કલાવડી ગામના પાટીયા પાસે , નજીક આરીફભાઇ અકબરભાઇ બ્લોચ નામના ૪૨ વર્ષીય યુવાન (રહે. રાજકોટ જામનગર રોડ સંજયનગર-૨) કલાવડી ગામ પાસે ચાલતા હતા આ દરમિયાન પડી જતા માથાના ભાગે ગંભીત ઇજા પહોંચી હતી જે ઇજા સબબ તેનું મોત નિપજતા વાંકાનેર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તાપસ હાથ ધરી છે.
આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલિસ મથકે નોંધાયેલ અપમૃત્યુના કેસની જાણવા મળતી વિગત અનુસાર રામક્રુષ્ણ સુરુદિન કોરી (રહે. ઝાલીડા રોયલ સીરામીક વાંકાનેર , ગામ.જાલીડા, તા.વાંકાનેર)ને અચાનક ચક્કર આવતા તેનું મોત નીપજ્યું હતું. જેને તપાસ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યા ફરજ પરના તબીબે તણીને મૃત જાહેર કર્યા હતા.
વધુમાં માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામેં રહેતા અશ્વીનભાઇ મનજીભાઇ પરમારએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ધરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે ને પગલે તેને હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.