મોરબીના સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ડીસેમ્બર માસના અંત સુધી પિતૃકાર્ય-નારણબલી જેવા ધાર્મિક કાર્યો માટે જગ્યા જગ્યા ફાળવણી કરવામાં આવશે નહિ તેમજ મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે.મહારાજા શ્રી લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે કે કોરોના મહામારી મોરબી જીલ્લામાં પણ વ્યાપક જોવા મળે છે જેથી ટ્રસ્ટ બોર્ડના સર્ક્યુલર ઠરાવથી નિર્ણય કરાયો છે કે ટ્રસ્ટ સંચાલિત રફાળેશ્વર મહાદેવ મંદિરે સામાન્ય વર્ષોમાં પિતૃમાસમાં પિતૃકાર્ય, નારણબલી માટે ભાવિકોની ભીડ થતી હોય છે આગામી પિતૃમાસ કારતક મહિનામાં ભાવિકોની ભીડના કારણે કોર્નોં વાયરસ સંક્રમણ ફેલાવવાની દહેશત હોય જાહેર હિતમાં તા. ૩૧-૧૨-૨૦ સુધી ધાર્મિક કાર્યો અને સામાજિક જમણવાર તથા આગામી પિતૃ,માસ કારતક માસ દરમિયાન પિતૃ કાર્ય-નારણબલી માટે મંદિર કે ધર્મશાળાના પ્રીમાંઈસીસમાં વિધિ માટે જગ્યા ફાળવણી કરવામાં આવશે નહિ. ગાઈડલાઈન્સ અનુસાર માત્ર દર્શનનો ભક્તો લાભ લઇ શકશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે.